Sunday, April 29, 2012

[Lovers India] Fwd: વિશ્વના અમર હાસ્ય પ્રસંગો


vishvahaasya[1]
એકવાર સંત કબીર ગંગાકિનારે પોતાનો લોટો ધોઈ રહ્યા હતા. એવામાં કેટલાક બ્રાહ્મણો પાણી પીવા માટે ત્યાં પહોંચ્યા. લોકોને નદીમાં નમીને ખોબે ખોબે પાણી પીતા જોઈને કબીરે કહ્યું : 'મહારાજ ! લોટો લો અને આરામથી જલ પીઓ.'
કબીરના શબ્દો તેમને અપમાનજનક લાગ્યા. એક બ્રાહ્મણે ગુસ્સે થઈને કહ્યું : 'તને અક્કલ છે કે નહિ ? તારા અપવિત્ર લોટા વડે તું અમને અભડાવવા ઈચ્છે છે ?'

કબીરે તરત હાથ જોડીને વિનયપૂર્વક કહ્યું : 'જો લોટો ગંગાના પવિત્ર જળનો સ્પર્શ પામ્યા છતાં પવિત્ર થઈ શકતો નથી, તો એમાં સ્નાન કરવાથી લોકોનાં પાપ કઈ રીતે ધોવાઈ જાય છે !'

[2]
એકવાર કોઈ અટકચાળી વ્યક્તિએ અહિંસા ઉપર કટાક્ષ કરતો એક પત્ર મહાત્મા ગાંધીને લખ્યો : 'આપણે ધરતી પર ચાલીએ છીએ ત્યારે અસંખ્ય કીડીઓ ને બીજા જીવ-જંતુઓ આપણા પગ તળે ચગદાઈ જાય છે. હિંસા કઈ રીતે અટકાવી શકાય ?'
ગાંધીજીએ પત્ર સરદાર પટેલને આપ્યો. તેમણે ખડખડાટ હસતાં કહ્યું : 'બાપુ ! એને લખો કે પોતાના પગ માથા પર રાખીને ચાલે !'

[3]
આઈન્સ્ટાઈનની બીજી પત્ની એલ્સા ઘણું ઓછું ભણેલી હતી. એના માટે તેમના સિદ્ધાંતો માત્ર ગૂઢ રહસ્યો હતા. આથી એકવાર એણે કહ્યું : 'તમારા બધા સંશોધનોનો મને થોડો પરિચય આપો. લોકો અંગે ચર્ચાઓ કરે છે ત્યારે મને કહેતાં શરમ લાગે છે કે અંગે હું કંઈ જાણતી નથી.'

એકક્ષણ માટે આઈન્સ્ટાઈનનું માથું ચકરાવા લાગ્યું, 'એને કઈ રીતે સમજાવું ! વળી ના પાડવામાં પણ જોખમ છે !' પણ બીજી ક્ષણે તેમને એક યુક્તિ સૂઝી અને સ્મિત કરતાં તેમણે કહ્યું : 'જ્યારે લોકો તને પ્રશ્નો પૂછે તો એમ કહેવું કે તું વિશે બધું જાણે છે, પણ અંગે કશું કહી શકે નહિ, કેમ કે એક મહાન રહસ્ય છે !'

[4]
મૂશળધાર વરસાદ અને અંધારી રાત હતી. સંત એકનાથના દરવાજે ટકોરા પડ્યા. તેમણે ઊભા થઈને જોયું તો ચાર અતિથિઓ પધાર્યા છે. એકનાથે પ્રેમપૂર્વક તેમને આવકાર્યા અને ભીનાં વસ્ત્રો કોરાં કરવાની વ્યવસ્થા કરી આપી. સાથોસાથ પત્નીને કહ્યું : 'અતિથિઓ માટે જલદી રસોઈ બનાવી નાખ.'
પત્નીએ દબાયેલા સ્વરમાં જણાવ્યું : 'ઘરમાં બળતણ નથી અને કાલે આવેલો લાકડાનો ભારો વરસાદમાં પલળી ગયો છે.'
'
તું એની ચિંતા કર અને રસોડામાં જઈને તૈયારી કરવા લાગ, હું હમણાં લાકડાં લાવી આપું છું.' એકનાથે કહ્યું. અને ખરેખર થોડીવારમાં , પત્નીના આશ્ચર્ય વચ્ચે તેમણે સૂકાં લાકડાંનો ભારો એની સામે રાખી દીધો, અને હસતાં-હસતાં અતિથિઓ સાથે જઈને બેઠા.

વરસાદ બંધ પડ્યો અને ભોજન કર્યા પછી અતિથિઓએ વિદાય લીધી ત્યારે એકનાથ ભોંયે ચાદર પાથરીને આડા પડ્યા. રસોડાનું કામ પતાવીને આવેલી પત્નીએ તેમને ભોંયે સૂતા જોઈ નવાઈ પામીને પૂછ્યું : 'ખાટલો ક્યાં ગયો ?'
'
તેં રસોઈ બનાવી બળતણ ભલા ક્યાંથી આવ્યું ?' એકનાથે જવાબ આપ્યો અને ખડખડાટ હસી પડ્યા.

[5]
વિનોબા ભાવેને દક્ષિણ ભારતના એક કાર્યકરે પૂછ્યું : 'વિજ્ઞાનમાં જેવી રીતે વસ્તુનિષ્ઠ કસોટીઓ હોય છે, તેવી રીતે આત્મજ્ઞાનમાં પણ કસોટીઓ ખરી ?'
વિનોબાએ હસતાં હસતાં કહ્યું : 'કોઈના ગાલ પર તમાચો મારો ને તરત પારખી લો. જો એને ક્રોધ આવે તો સમજી લેવાનું કે આત્મજ્ઞાની નથી ! બસ છે આત્મજ્ઞાનની કસોટી !'

[6]
નાની આવકમાં મોટા કુટુંબની જવાબદારીઓ પૂરી કરવામાં નિષ્ફળ નીવડેલા એક ભક્તે રમણ મહર્ષિ સામે પોતાની વેદના વ્યક્ત કરતાં કહ્યું : 'એવા જીવન કરતાં તો મૃત્યુ બહેતર છે !' વખતે મહર્ષિ ખાખરાનાં પાંદડાંની પતરાવળીઓ બનાવી રહ્યા હતા. તેમણે પોતાનું કામ ચાલુ રાખતાં કહ્યું : ' તૈયાર થયેલી પતરાવળીઓ ઉકરડે ફેંકી આવો. પછી આપણે શાંતિપૂર્વક અંગે વિચાર કરીએ.'
'
આપ શું કહો છો પ્રભુ !' એણે નવાઈ પામતાં પૂછ્યું, 'આટલા શ્રમથી તૈયાર કરેલી પતરાવળીઓ વાપર્યા વગર ઉકરડે ફેંકી દેવાનો શું અર્થ ?'
મહર્ષિએ હસીને જવાબ આપ્યો : 'વત્સ ! આવી રીતે અણમોલ માનવ અવતારનો યોગ્ય ઉપયોગ કર્યા વગર એનો અંત લાવી દેવાનો વિચાર પણ એક મૂર્ખતા છે !'

[7]
ઈંગલેન્ડના વડાપ્રધાન ગ્લેડસ્ટન રેલવેના ત્રીજા વર્ગમાં મુસાફરી કરી રહ્યા હતા જોઈને એક મિત્રે કહ્યું : 'તમારો પુત્ર હંમેશાં ફર્સ્ટ કલાસમાં મુસાફરી કરે છે ને તમે દેશના વડાપ્રધાન હોવા છતાં થર્ડ કલાસમાં ?'
ગ્લેડસ્ટને તેમના ખભે હાથ રાખીને જવાબ આપ્યો : 'હું એક ખેડૂતનો પુત્ર છું, જ્યારે એક વડાપ્રધાનનો !'

 

 Regards,

Sanju




0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home


Real Estate